અસ્થિ વિસર્જન અર્થે આવેલા પિતા, પુત્ર, પુત્રી દરિયામાં ડૂબી ગયાં

Monday 19th October 2020 05:58 EDT
 
 

ભાવનગર: વલ્લભીપુર તાલુકાના માલપરા ગામના અને ધોળકા રેલવે ક્વાર્ટરમાં રહેતા લાભુભાઇ રમતુભાઇ નાયક (ઉ. વ. ૪૦) તેમના કૌટુંબિક ભાઇઓ સહિતના પરિવાર સાથે ભાવનગર નજીક કોળીયાક નિષ્કલંક દરિયે તેમના દાદાજીની અસ્થિ પધરાવવા ગયા હતા. અસ્થિ પધરાવ્યા બાદ રેલવે કર્મચારી લાભુભાઇના પરિવારના સભ્યો દરિયામાં નહાવા પડ્યો હતો. આ પરિવારમાંથી લાભુભાઈ, તેમનો પુત્ર જયેશ (ઉ. વ. ૧૩) અને પુત્રી સરોજબહેન (ઉ. વ. ૬) દરિયામાં ડૂબવા લાગ્યાં હતાં. દરિયાકિનારે નાસ્તાની લારી ધરાવતા લોકો તેઓને બચાવવા ગયા, પણ કોઈ બચાવે તે પહેલાં જ લાભુભાઇ તથા તેના પુત્ર, પુત્રીનું મૃત્યુ નીપજ્યું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter