ભાવનગરઃ મહુવા ખાતેના અસ્મિતા પર્વમાં શરૂઆતથી જ પાકિસ્તાની ગાયક ગુલામ અલીની ઉપસ્થતિ અંગે અનેક અટકળો સેવાતી હતી, પરંતુ હનુમાન જંયતીએ તલગાજરડા ખાતેના કાર્યક્રમમાં હનુમંત એવોર્ડને સ્વીકારવા માટે પાકિસ્તાની ગઝલસમ્રાટ ખાસ હાજર રહ્યા હતા.
હનુમાન જયંતિએ યોજાયેલા કાર્યક્રમમાં ૧૧ મહાનુભાવોને પોતપોતાના ક્ષેત્રમાં યોગદાન બદલ હનુમંત એવોર્ડ એનાયત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆત સુંદરકાંડના પાઠથી થઈ હતી. એવોર્ડ સમારંભ બાદ મોરારિબાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
એવોર્ડ વિજેતાઓ
• કૈલાસ લલિત કલા એવોર્ડ
નાગજી પટેલ (શિલ્પકલા એવોર્ડ)
• હનુમંત એવોર્ડ
પંડિત ઉલ્હાસ કૌશાલકર (શાસ્ત્રીય કંઠ્ય સંગીત)
સુરેશ તલવલકર (શાસ્ત્રીય તાલવાદ્ય-તબલાં)
હેમા માલિની (ભારતીય નૃત્ય)
ઉસ્તાદ ગુલામ અલી (ગઝલ ગાયકી)
પંડિત દેબુ ચૌધરી (શાસ્ત્રીય તાલવાદ્ય-સિતાર)
• નટરાજ એવોર્ડ
પી. ખરસાણી (ગુજરાતી લોકનાટ્ય-ભવાઈ)
યઝદી કરંજિયા (ગુજરાતી રંગભૂમિ-નાટક)
પંકજ ધીર (ભારતીય ટેલિવિઝન)
ધર્મેન્દ્ર (ભારતીય ફિલ્મ)