આદ્ય કવિ નરસિંહ મહેતાના જમાઇનું નામ મળી ગયું!

Saturday 07th March 2020 06:12 EST
 

ભાવનગર: આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈના પતિ અને નરસિંહ મહેતાના જમાઇનું નામ શું? તે અંગે ઘણીવાર પ્રશ્નો થતાં રહ્યાં છે.
ભાવનગરમાં ગીતોના કાર્યક્રમ ‘સૂરીલી સાંજ’ના સંચાલક રાજેશ વૈષ્ણવને આજથી ત્રણેક વર્ષ પહેલાં આ પ્રશ્ન પુછાયો હતો અને ચોક્કસ જવાબ માટે તેમણે ઘણા બધા પુસ્તકો ચકાસ્યા અને નરસિંહ મહેતા અંગેનાં વીડિયો અને ફિલ્મો પણ જોઈ છતાં આ અંગે કોઇ ચોક્કસ માહિતી મળી નહોતી. અચાનક નરસિંહ મહેતાના કુટુંબની વંશાવલિ મળી જેના આધારે મૂંઝવતા પ્રશ્નનો જવાબ મળી ગયો. મળેલા રેફરેન્સ પ્રમાણે નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઇના પતિનું નામ વત્સલ ઓઝા હતું.
આ અંગે રાજેશ વૈષ્ણવે કહ્યું કે, સિદ્વપુરમાં રહેતા તેમના મિત્ર શુક્લ સુધીર ચંદ્રશંકર પાસે નરસિંહ મહેતા કુટુંબીજનો સાથે તેમનાં માતા દયાકુંવરનું શ્રાદ્વ કરવા સિદ્વપુર ગયા હતા જ્યાં તેમણે આ પ્રકારનું પેઢીનામું બનાવ્યું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter