આર્થિક હાલત કથળતાં મહિલાનો આપઘાત

Tuesday 16th June 2020 17:25 EDT
 

રાજકોટઃ જંગલેશ્વર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ૩૫ વર્ષીય જ્યોતિબહેન અમિતભાઇ પરમારે રવિવારે સાંજે પોતાને શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝેલી મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યે તેનું મોત થયું હતું. સાડીની દુકાનમાં નોકરી કરતા જ્યોતિબહેનનાં પતિ અમિતભાઇએ કહ્યું હતું કે, લોકડાઉનને કારણે તેમની નોકરી બંધ થઈ હતી. લોકડાઉન પછી નોકરી તો ચાલુ થઇ, પરંતુ જ્યોતિ તણાવમાં રહેતી કે ઘરના ભાડા, કરિયાણાનાં દેણા ક્યારે ચુકવાશે. આ કારણે જ તેણે અગ્નિસ્નાન કરી લીધું હતું. સોળ વર્ષના લગ્નજીવનમાં દંપતીને સંતાનમાં ૧૪ અને ૧૨ વર્ષનાં એમ બે પુત્રો તથા ૩ માસની દીકરી છે.
પોલીસે કેસમાં જરૂરી કાર્યવાહી આદરી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter