ઇશ્વરિયા ગામમાં જે ઘરે દીકરી જન્મશે તેને રૂ. 10 હજારની ભેટ

Sunday 13th November 2022 05:51 EST
 
 

અમરેલીઃ ગુજરાતન એક ગામમાં ચાર દીકરીઓના પિતાએ આખા ગામની દીકરીઓના હિતમાં પ્રેરક નિર્ણય લીધો છે. તેમણે નક્કી કર્યું છે કે ગામના જે ઘરે દીકરીનો જન્મ થશે તેમને 10 હજાર રૂપિયા ભેટમાં અપાશે. અમરેલી જિલ્લાના ઇશ્વરિયા ગામના મનસુખભાઇ કરસનભાઇ રૂપાલાએ આ જાહેરાત બાદ પાંચ દીકરીઓના જન્મ પર50 હજાર રૂપિયા ભેટ સ્વરૂપે આપી પણ દીધા હતા. મનસુખભાઇ કહે છે કે ભેટ આપવામાં કોઇ જાતિ-સમાજની બાધ્યતા રાખી નથી. ઘર-ગામની વહુઓ જ નહીં, પણ ગામમાં પોતાના પિયરમાં પહેલી વાર પ્રથમ પ્રસુતિ કરવા આવેલી દીકરીને પણ આ યોજનાના દાયરામાં લીધી છે. તાજેતરમાં પિયરમાં આવેલી એક દીકરીએ જોડિયા દીકરીને જન્મ આપ્યો તો મનસુખભાઇએ તેમને 20 હજાર રૂપિયા ભેટ કર્યા. આશરે 2 હજારની વસતી ધરાવતું આ ગામ અમરેલી (સૌરાષ્ટ્ર)નો હિસ્સો છે. અમરેલીમાં છોકરા-છોકરીનું પ્રમાણ એક હજાર યુવકે 933 યુવતીનું છે. કડવા પાટીદાર સમાજમાં તો આ પ્રમાણ વધુ ચિંતાજનક છે. તેના લીધે લગ્ન સહિત સામાજિક સ્તરે અનેક સમસ્યાઓ થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter