પોરબંદરઃ ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે. આ બિલ્ડીંગમાં ૧૧ એપ્રિલ ૧૯૬૯ના રોજ કસ્તુરબાના જન્મ થયો હતો. કસ્તુરબાના પિતાજી ગોકુળદાસ કાપડિયાએ બંધાવેલા આ બહુમાળી મકાનની બારીઓ હાલમાં તૂટી ગઈ છે. દીવાલો ખવાઈ ગઈ છે. ક્યાંક ભીંતચિત્રો ઝાંખા થઈ ગયા છે. જૂનવાણી ઢબના મકાનના દરવાજા પણ અમુક જગ્યાએ જર્જરિત છે તેથી આ ઘરની સાચવણી જરૂરી બની જાય છે.