કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિની છેડતી કરી

Wednesday 10th April 2019 08:12 EDT
 

રાજકોટ: ગોંડલ રોડ પર આવેલી વિવાદાસ્પદ પારૂલ હોમિયોપેથી કોલેજમાં છઠ્ઠીએ પ્રોફેસર ભાસ્કર ભટ્ટે પિરિયડ પૂરો થતા જતા - જતા પ્રથમ વર્ષ બીએચએમએસની વિદ્યાર્થિનીની કમરમાં હાથ નાંખી છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મુદ્દે પીડિતાએ પરિવાર સાથે સોમવાર સવારે કોલેજમાં આવી હંગામો મચાવી ઉગ્ર વિરોધ નોંધાવતા ૨૦૦થી ૩૦૦ જેટલા સ્ટુડન્ટ તેમના પક્ષમાં જોડાઈ ગયા હતા અને અંતે પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને
પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી અને તેની સામે તપાસ સમિતિ નીમી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter