ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને ઘરે લક્ષ્મીજીની પધરામણી

Wednesday 14th June 2017 10:53 EDT
 
 

રાજકોટઃ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યો છે. રિવાબાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સાતમીની મધરાત્રે એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો. જાડેજા હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે પરંતુ મોડી રાત્રે પિતા બન્યા અંગેની જાણ તેમના પરિવારજનોએ રવીન્દ્રને કરી હતી.
રિવાબાએ બોર્ન બેબી ગર્લની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને વાઇરલ કરતાં ક્રિકેટરનાં લાખો ચાહકોએ રવીન્દ્ર અને તેમનાં પત્ની રિવાબાને શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાના લગ્ન મૂળ બાલાગામના અને રાજકોટમાં રહેતા ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીનાં પુત્રી રિવાબા સાથે એક વર્ષ પહેલાં રાજવી ઢબે થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter