ગાંધીભૂમિમાં ગાંધીજીના જીવન-કવન પ્રદર્શિત કરતો લેસર-શો દોઢ વર્ષથી બંધ

Saturday 26th February 2022 08:54 EST
 
 

પોરબંદર: ગાંધીભૂમિમાં ગાંધીજીના જીવન-કવન પ્રદર્શિત કરતો લેસર-શો દોઢ વર્ષથી બંધ છે તે ઉપરાંત અહીંયા ગાંધી સ્મૃતિ ભવનના મુખ્ય દરવાજે બારેમાસ તાળા લટકે છે. આથી પ્રવાસીઓને વિલા મોંએ પાછા ફરવું પડે છે.
પોરબંદર આવતાં પ્રવાસીઓના માનસ ઉપર ગાંધીભૂમિની અને ગાંધીજીની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘૂઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું જેમાં દોઢ કરોડ રૂપિયાનાં ખર્ચે લેસર-શો બનાવવામાં આવ્યો હતો. અહીંનો વિકાસ માત્ર કાગળ ઉપર જ થયો છે. ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઇ જ દરકાર નથી તેમ જણાવી પોરબંદર કોંગ્રેસના અગ્રણીઓએ ઉચ્ચ સત્તાધીશોને રજૂઆત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter