ગિરનાર જંગલમાં ૧૫ સિંહણે ૪૫ બાળને જન્મ આપ્યો

Wednesday 12th April 2017 08:59 EDT
 
 

જૂનાગઢઃ એશિયાટીક લાયન ગિર જંગલ બાદ છેલ્લા બે દસકાથી ગિરનાર જંગલમાં પણ વસે છે. આ વર્ષે ગિરનાર જંગલમાં ૧૫ સિંહણે ૪૫ જેટલા બાળને જન્મ આપ્યો તેમાંથી ૧૧ બચ્ચાં ઉછર્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ગિરનાર જંગલમાં ૪૦ જેટલા સિંહોનો વસવાટ છે. તેમાં ૧૫થી ૧૬ સિંહણ છે.
આ સિંહણો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બચ્ચાંને જન્મ આપે છે. એ પછી એકાદ માસ સુધી સિંહણ પોતાનાં બચ્ચાંને પાસે જ રાખે છે. ગાઢ જંગલ કે બખોલમાં બચ્ચાંનો જન્મ થતો હોવાથી બચ્ચાં જન્મનાં એક-દોઢ માસ પછી નજરે પડે છે. બે માસ પછી બચ્ચાં માતાની આસપાસ ધીમે ધીમે ફરવાનું શરૂ કરે છે. તે જોતાં હાલમાં આશરે ૧૧ સિંહબાળ ગિરનાર જંગલમાં દેખાય છે એટલે કે ૧૫ સિંહણોએ આ સામાન્ય રીતે સિંહણ ત્રણથી ચાર બાળને જન્મ આપે છે, પરંતુ કુદરતના ક્રમ પ્રમાણે જન્મે તેટલા જીવતા નથી અને મોટાભાગનાં બાળ મૃત્યુ પામે છે. ગિરનાર જંગલમાં આ વર્ષે જન્મેલા પૈકી ૧૧ સિંહબાળ નજરે પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter