ગીરમાં ગેરકાયદે હોટેલ તાજ બંધ કરો

Wednesday 15th April 2015 08:27 EDT
 

ગીરમાં ગેરકાયદે ધમધમતી હોટેલો સામે હાઇ કોર્ટે લીધેલી સુઓમોટો રિટમાં જિલ્લા કલેક્ટર દ્વારા ગીર અભયારણ્યમાં આવેલી હોટેલ તાજને ક્લોઝર નોટિસ આપતા તેને પડકારતી થયેલી પિટિશન હાઇ કોર્ટે ફગાવી છે. તાજ હોટેલ પાસે વન વિભાગની એનઓસી ન હોવાથી તેઓ હોટેલ ચાલુ રાખી શકે નહીં તેવી પણ હાઇ કોર્ટે નોંધ કરી હતી. ઇન્ડિયન હોટેલ્સ કંપની દ્વારા હાઇ કોર્ટ સમક્ષ કરાયેલી પિટિશનમાં એવી રજૂઆત થઇ હતી કે, ગીર અભ્યારણ્યમાં ગેરકાયદે રીતે ધમધમતી પ્રવાસન પ્રવૃત્તિ સામે હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી હતી. જે કેસમાં અગાઉ સરકારે સ્થાનિક વિસ્તારમાં ધમધમતી ૫૫ જેટલી હોટેલો બંધ કરાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter