ગીરમાં સલમાને કર્યું ‘ધમાલ’ નૃત્ય

Wednesday 04th March 2015 09:05 EST
 
 

જૂનાગઢઃ પોતાની નવી ફિલ્મના શૂટિંગ માટે સલમાન ખાને ગોંડલમાં ધામા નાખ્યા છે. શૂટિંગ દરમિયાન તેણે સમય કાઢીને ગીર પંથકના જાણીતા સીદી બાદશાહના ‘ધમાલ’ નૃત્યની મજા માણી હતી. સલમાને આ પરંપરાગત નૃત્યમાં પણ ભાગ લીધો હતો. જોકે તેણે સાસણમાં સિંહદર્શન કરવાનું ટાળ્યું હતું અને મોડી રાત્રે જ ગોંડલ પરત જતો રહ્યો હતો. સાસણ નજીક જંગલની બોર્ડરે આવેલા કરશનગઢસ્થિત ગોંડલ સ્ટેટના બંગલે રાત્રે દશેક વાગ્યાના અરસામાં તે યુનિટના કાફલા સાથે આવી પહોંચ્યો હતો. લાંબા સમય સુધી તેણે સ્થાનિક કલાકારો સાથે નૃત્યનો આનંદ માણીને ફોટા પડાવ્યા હતાં.




to the free, weekly Gujarat Samachar email newsletter