ગીરમાં ૧લી મેથી સિંહની વસ્તી ગણતરી

Monday 13th April 2015 07:46 EDT
 

જૂનાગઢઃ એશિયા ખંડમાં સિંહના એક માત્ર વસવાટ સ્થળ ગીર, ગિરનાર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન વિભાગ દ્વારા ૧થી ૫ મે સુધી સિંહ વસતી ગણતરી હાથ ધરાશે. આઠ પ્રદેશો, ૩૦ પેટા પ્રદેશો, ૧૦૬ નાના પ્રદેશોમાં ૬૨૫ ગણતરી કેન્દ્રો ઉપર ૨૨૦૦ જેટલા વનકર્મીઓ કામગીરી સંભાળશે. વનરાજોની વસતી ગણતરી દર પાંચ વર્ષે હાથ ધરાય છે. ગીર સિવાય આસપાસના જિલ્લાઓમાં પણ વનરાજોનો વસવાટ પ્રસર્યો છે. તેથી જ્યાં જ્યાં સિંહની વસ્તી છે છે તેવા વિસ્તારોને ગણતરીમાં આવરી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦ની વસ્તી ગણતરીમાં ૪૧૧ સિંહ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે સિંહની વસ્તી ૫૦૦ની આસપાસ પહોંચે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter