ગૌમૂત્રના અર્કથી ૪ પ્રકારનાં કેન્સરનાં કોષોનો નાશ

Wednesday 05th September 2018 07:48 EDT
 

જૂનાગઢઃ જૂનાગઢ કૃષિ યુનિ.ના બાયોટેકનોલોજી વિભાગનાં સંશોધકો ડો. રૂકમસિંગ તોમર, ડો. શ્રદ્ધાબહેન ભટ્ટ અને ડો. કવિતાબહેન જોષીએ તાજેતરમાં ગૌમૂત્ર પરના સંશોધન બાદ જણાવ્યું છે કે, ગૌમૂત્રનાં અર્કમાં ચાર પ્રકારનાં કેન્સરનાં કોષોને નાશ કરવાની ક્ષમતા રહેલી છે. વૈજ્ઞાનિકોએ વિવિધ જાતની ગાયનાં મૂત્રનાં નમૂના લઇ તેના પર પ્રયોગ કર્યાં હતાં. તેમાં જણાયું કે ગૌમૂત્રનો અર્ક રોજ લેવાય તો ૩૦૦૦થી ૩૫૦૦ કેન્સરનાં કોષોનો નાશ થાય છે. વર્તમાન સમયમાં કિમોથેરાપી, રેડિયોથેરાપી ખર્ચાળ અને આડ અસરવાળી છે. ત્યારે ગૌમૂત્રનાં અર્કનું સેવન કરતાં તેની અસર ફકત અસરગ્રસ્ત ભાગ પર જ થાય છે. ગૌમૂત્રના અર્કથી ૨૪ કલાકમાં જ કેન્સરના કોષોનો નાશ થવાનો શરૂ થતો હોવાથી અને દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાથી ગૌમૂત્રના અર્કનો પાવડર અને ગોળી બનાવવા પણ વિચારણા ચાલી રહી છે.
એક વર્ષ સુધી ચાલ્યું સંશોધન
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાયોટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકોએ ગાયનાં મૂત્રનાં નમૂના લઇને આશરે એકાદ વર્ષ પહેલાં સંશોધન શરૂ કર્યું હતું. સંશોધકોએ આશરે એક વર્ષથી વધુ સમય સુધી જુદા-જુદા પ્રકારની ગાયોનાં મૂત્રનાં નમૂના પર સંશોધન કર્યું હતું.
ઊંદર પર સફળ પ્રયોગ
બાયોટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હવે ગૌમૂત્રનાં અર્કનો પ્રયોગ ઊંદર ઉપર કરવામાં આવશે. તેમાં સફળતા મળતા મોઢેથી લેવાની ગોળીઓ તૈયાર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter