ચાર માસમાં ગિરનાર રોપ-વેનું વડા પ્રધાન દ્વારા ઉદઘાટન

Wednesday 09th October 2019 07:42 EDT
 

ગાંધીનગરઃ જૂનાગઢ રાજકોટ હાઈવે પરની કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ તળેટીમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટની સાઇટની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગિરનાર રોપ વેની કામગીરી અંગે પૂરતી સંતોષકારક જાણકારી મેળવી હતી. ગિરનારની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગિરનાર રોપ-વે એ જૂનાગઢના ટુરિઝમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે. હાલમાં આ પ્રોજેક્ટ પર અતિ તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. ચાર મહિનામાં રોપ-વેનું કામ પૂર્ણ થઈ જશે. બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોપ-વેનું ઉદ્ઘાટન કરાશે. ગિરનાર રોપ-વેએ એશિયાનો સૌથી લાંબો અને સૌથી ઊંચો રોપ-વે પ્રોજેક્ટ છે. જૂનાગઢમાં પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ રોપ-વે સાકાર થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં બેહદ વધારો થશે અને જૂનાગઢનો ટુરિઝમ તરીકે વિકાસ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter