ચીભડા ગામે બાળકી પર બળાત્કારઃ નરાધમની ધરપકડ

Wednesday 21st August 2019 08:24 EDT
 

રાજકોટઃ લોધિકાના ચીભડા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી તેના મોટા બાપુના ઘર પાસે રમતી હતી. એ સમયે બાળકીને ભાગની લાલચ આપીને પડોશમાં રહેતો લાલજી હીરા ખીમસુરીયા તેના ઘરમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતાં લાલજી નાસી છૂટયો હતો. ગંભીર ઈજા થવાથી બાળકીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
આ બનાવ અંગે પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી લાલજી વિરુદ્ધ પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન એલસીબી-એસઓજીના સ્ટાફે ચીભડા ગામે દલિતવાસમાં રહેતા અને કડિયા કામ કરતા લાલજી હીરા ખીમસુરીયાને અભેપર ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો અને આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter