જામનગરના સાંસદ પૂનમબહેન માડમની પુત્રી શિવાનીનું અવસાન

Wednesday 12th December 2018 06:07 EST
 
 

જામનગર: જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબહેન માડમની પુત્રી શિવાની દિવાળી પર્વમાં અકસ્માતે દાઝી ગઈ હતા. તેમનું લાંબી સારવાર બાદ નવમીએ સિંગાપોરમાં મૃત્યુ થયું હતું. સાંસદની પુત્રીનો મૃતદેહ સોમવારે ભારત લવાયો હતો અને નોયડામાં તેનાં અંતિમ સંસ્કાર વિધિ રખાઈ હતી.
દિવાળીના દિવસે પૂનમબહેનના દિલ્હી સ્થિત નિવાસસ્થાનની અગાસી પર બાયો ઇથોનીલ ઓઇલ વાળું હીટર ફાટતાં એકવીસ વર્ષીય શિવાની ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને સારવાર માટે મુંબઈ લવાઈ હતી અને ત્યાંથી સિંગાપોર લઈ જવાઈ હતી. સિંગાપોરમાં લાંબી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter