જામનગરમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે ભવ્ય સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનશે

Monday 18th January 2021 10:47 EST
 
 

જામનગર: ફલાય ઓવર બ્રિજ સહિત જુદા-જુદા રૂ. ૫૯૮ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચોરસ મીટર વિસ્તારમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ મ્યુઝિયમનું નિર્માણ કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત ૧૫મી જાન્યુઆરીએ કરી હતી.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટ્સ મ્યુઝિયમ સાથે જોડીને રણજિતસિંહજી સ્પોર્ટ્સ મ્યુઝિયમ તરીકેની આગવી ઓળખ આ મ્યુઝિયમને અપાશે. મ્યુઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, મ્યુઝિયમમાં દેશમાં અને ગુજરાતમાં રમતવીરોનો ગૌરવવંતો ઇતિહાસ તથા તેમની ઉપલબ્ધિઓ ગાથાઓ રજૂ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter