જેતલસરમાં યુવતીના અપહરણ બાદ રેપ

Wednesday 04th July 2018 08:05 EDT
 

જેતલસર: રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી રહેલી જેતપુરની યુવતીના ફોટા પાડીને યુવતીને અપહરણ કરીને હોટલમાં લઇ જઇને બે વખત દુષ્કર્મ આચરવા અંગે દસ જણાની પોલીસે બીજી જુલાઈએ ધરપકડ કરી હતી. જેતલસરના રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે જેતપુરની યુવતી તેના પુરુષ મિત્ર સાથે વાતો કરી રહી હતી. એ સમયે બ્રિજરાજસિંહ જાડેજા, સિકંદર, લાલો, ઇમરાન સહિતના લોકોએ યુવતીના સ્કૂટરની ચાવી કાઢીને તેના પુરુષમિત્રને પરાણે સાથે રાખીને વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી. આ વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી સાથે યુવતીના બોયફ્રેન્ડને ગોંધી રાખીને યુવતીને બળજબરીથી સ્કૂટર પર નજીકમાં હનુમાન ચોકડીએ આવેલા વ્રજ હોટલના રૂમમાં લઇ જવાઈ હતી. ત્યાં બ્રિજરાજસિંહે યુવતીના અશ્લિલ ફોટા પાડયા હતા અને તેના પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. એ પછી યુવતીને જવા દીધી હતી અને તેના બોયફ્રેન્ડને પણ મુકત કરાયો હતો. ઘેર પહોંચેલી યુવતીએ પરિવારને ઘટનાની જાણ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પીડિતાની ફરિયાદ પરથી બ્રિજરાજસિંહ જાડેજા, ઇમરાન પઠાણ, જયેશ વીરમભાઇ મેઘનાથી, શોભરાજ હિંમતમલ સોમૈયા, સિકંદર પઢિયાર, મુકેશ મનસુખભાઇ ભુવા, કલ્પેશ અરજણભાઇ, જીજ્ઞેશ રમેશભાઇ વાણિયા, અરજણ જગદીશભાઇ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટના પંચાયતનગરમાં રહેતા વ્રજ હોટલના મેનેજર હર્ષ હમીરભાઇ આહિરની પણ આ કેસમાં અટકાયત કરવામાં આવી હતી. આ દસેયના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter