વેરાવળઃ ચોરવાડમાં અરબી સમુદ્ર તટે પૌરાણિક ડડેશ્વર મહાદેવના મંદિરે ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩ ફૂટના વિશ્વના સૌથી ઊંચા શિવલિંગનું નિર્માણ કરાયું છે. લિમ્કા બુકની ટીમે શિવલિંગનો અભ્યાસ કર્યા બાદ ૨૯મી એપ્રિલે તેને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. ૨૯મી એપ્રિલે આ શિવલિંગ પર અભિષેક પણ થયો હતો. ઉપરાંત નાથનાથ મંદિરથી ડડેશ્વર સુધી છ કિમીની પોથીયાત્રા અને કાવડ યાત્રાનું આયોજન પણ કરાયું હતું. શોભાયાત્રામાં કળશધારી કુમારિકાઓ, હાથી, ઘોડા, ૧૦૩ બળદગાડાં, રથ, ટ્રેક્ટર્સ જોડાયા હતા. ત્યાર બાદ સાંજે શિવકથાનું પઠન થયું હતું.