ડો. આનંદ ખખ્ખરને રાષ્ટ્રીય સન્માન

Wednesday 05th April 2017 08:07 EDT
 

રાજકોટ: શહેરની સેન્ટ મેરી અને જામનગરની એમ. સી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા ડો. આનંદ ખખ્ખરને ૨૮મી માર્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ડો. બી. સી. રોય એવોર્ડ એનાયત થયો હતો. ડો. આનંદે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાંથી ડી.એન.બી.ની પદવી મેળવ્યા પછી કેનેડાની યુનિ. ઓફ વેસ્ટર્ન ઓન્ટેરીઓ, યુએસની યુનિ. ઓફ પિટ્સબર્ગ અને કોલમ્બિયા યુનિ.માં કિડની, લીવર અને પેન્ક્રીઆસના ટ્રાન્સપ્લાની તાલીમ લીધી હતી. એ પછી તેઓ અમેરિકન સોસાયટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ફેલો હતા. ડો. આનંદે ૨૦૦૭માં ભારત પાછા ફરીને ચેન્નાઇની એપોલો હોસ્પિટલના સેન્ટર ફોર લીવર ક્રિસિઝિસ એન્ડ ટ્રાન્સપ્લાનેશનના સ્થાપક-નિયામક તરીકે કામ શરૂ
કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter