દ્વારકાના શિવરાજપુર બીચ પર બનશે ઓશનેરિયમ

Friday 16th August 2019 06:12 EDT
 
 

દ્વારકાઃ જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ રળિયામણો, સુરક્ષિત તથા પ્રાકૃતિક સમન્વયનું નજરાણું છે. આ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ અપાયું છે. જે અંતર્ગત બીચના ૩૦૦ મીટર વિસ્તારને માર્કિંગ કરીને સ્થળને સેફ સ્વીમ હેવન એટલે સુરક્ષિત તરણ માટે સ્વર્ગસમાન જગ્યા જાહેર કરાઇ છે. આ વિસ્તારમાં માત્ર ન્હાવા અને તરવાના હેતુ માટે અનામત કરાયો છે. અહીં પ્રવાસીઓને આકર્ષવા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પગલાં લેવાઇ રહ્યા છે.
આ ઉપરાંત અહીં દરિયાના પેટાળમાં ટનલ બેઝડ ઓશનેરિયમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ ટનલમાં જઈને પ્રવાસીઓ દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ જીવોનું દર્શન કરી શકશે. જેમાં સી લાઈન શો પણ કરવામાં આવશે. વિશ્વમાં આ પ્રકારના માત્ર નવ ઓશનેરિયમ છે.
દ્વારકા વિખ્યાત તીર્થસ્થાન હોવાથી દર વર્ષે કરોડો શ્રદ્ધાળુ ઠાકોરજીના દર્શનાર્થે આવે છે. છેલ્લા દાયકામાં આ વિસ્તારમાં ટુરીઝમનો પણ ખાસ્સો વિકાસ થયો હોવાથી રમણીય શિવરાજપુર બીચ સ્કૂબા ડાયવર્સ માટે પરફેક્ટ ડેસ્ટીનેશન બન્યો છે. અહીં દિન-પ્રતિદિન સ્કૂબા ડાયવર્સની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter