ધારાસભ્ય સોમાભાઈ પટેલનો ધૂણતો વીડિયો વાયરલ

Wednesday 18th April 2018 06:41 EDT
 
 

સુરેન્દ્રનગરઃ સાયલાના છડીયાળી ગામે યોજવામાં આવેલા માતાજીના નવરંગા માંડવામાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના કોંગ્રેસી ધારાસભ્ય સોમાભાઈ પટેલ સ્ટેજ ઉપર ધૂણવા લાગ્યા હતા. માંડવામાં આવેલા સૌ કોઈ લોકો ધારાસભ્યને ધૂણતા જોઈ હાસ્ય રોકી શક્યા નહોતા તો કેટલાક લોકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું. તો ખમ્મા ખમ્માના પોકારો પણ પાડયા હતા. ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter