ધીરેનભાઇ બદીયાણીનું રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા સન્માન

Thursday 19th February 2015 12:00 EST
 

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩ જે (સૌરાષ્ટ્ર – કચ્છ) વિભાગના પૂર્વ ગવર્નર ખંભાળીયાના ધીરેનભાઇ બદીયાણીનું રક્તદાન ક્ષેત્રે ૨૨ વર્ષની સુદીર્ઘ સેવાઅો બદલ રાજ્યપાલ શ્રી અોપી કોહલી તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શાલ અોઢાડી સ્મૃતિ ચિહ્ન તેમજ પ્રસસ્તિ પત્ર એનાયત કરી પ્રજાસત્તાક દિને સન્માન કર્યું હતું. ધીરેનભાઇએ ૧૦૮ વખત રક્તદાન અને ૨૫૦થી વધુ વખત રક્તદાન કેમ્પના નોડલ અોફિસર તરીકે સેવાઅો આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter