ધ્રાંગધ્રાના રાજવી સોઢસાલજી ઝાલાનું અવસાન

Wednesday 20th September 2017 09:26 EDT
 
 

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના ૪૬મા રાજવી સોઢસાલજી ઝાલાનું ૧૮મી સપ્ટેમ્બરે ૭૧ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાનના સમાચાર મળતા સમગ્ર ઝાલાવાડમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું રજવાડું ધ્રાંગધ્રા ગણાય છે. ધ્રાંગધ્રાના પૂર્વ રાજવી સ્વ. મેધરાજસિંહજી ઝાલા નિધન બાદ તેમના જ્યેષ્ઠ પુત્ર સોઢસાલજીને ધ્રાંગધ્રા રાજવી તરીકે રાજ તિલક કરાયું હતું. તેઓ ત્રણ ભાઈઓમાં મોટા હતા અને ભાઈ જયબાપા, સીદબાપા અને માતા ધ્રાંગધ્રા મહારાણીસાહેબ અને બે દીકરીને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓના અંતિમ સંસ્કાર મુંબઈ કરવામાં આવ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter