નકલી નોટ કૌભાંડમાં સ્વામી.ના સંતની ધરપકડ

Monday 30th March 2015 09:42 EDT
 

ભાવનગરઃ શહેરના ભરતનગરના જીએમડીસી નવા કવાર્ટર પાસેથી બે લાખની નકલી નોટના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ શખસની ધરપકડ કરી છે. ઢસા જંકશન સ્વામિનારાયણ મંદિરના સ્વામી અક્ષરપ્રકાશદાસજી ગુરુસ્વામી ધર્મવિહારીદાસજી, દેસાઈનગરમાં રહેતા શખસની ધરપકડ કરી હતી. ગુરુ સ્વામી ધર્મવિહારીદાસજીએ અસલી રૂ. દોઢ લાખ આપીને રૂ. ત્રણ લાખની નકલી નોટો લીધી હતી. જેમાંથી એક લાખ પરત કર્યા હતા અને એક લાખની નકલી નોટો સળગાવી દીધી હતી.

પૂ. મોરારિબાપુએ ગંગા શુદ્ધિ માટે સહાય આપીઃ પૂ. મોરારીબાપુએ રામનવમીના પર્વ પ્રસંગે કાશી વિશ્વનાથના પાવનધામ બનારસસ્થિત અસ્સી ઘાટ (ગંગાતટ) ખાતે આયોજિત માનસ મધુમાસા રામકથા અંતર્ગત કથા સ્થળેથી ગંગા શુદ્ધિ તથા અન્ય વિકાસ સુવિધા માટે રૂ. ૧૧ લાખ પ્રસાદીરૂપે અર્પણ કર્યા હતા.

રાજકોટ-સુરત વચ્ચે ફ્લાઇટ શરૂઃ સુરત-રાજકોટ-સુરત વચ્ચે ફ્લાઇટનો ૨૭ માર્ચથી પ્રારંભ થયો છે. આ ફ્લાઇટને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. વેન્ચુરા કંપનીની પ્રથમ ફલાઈટમાં કુલ નવ મુસાફરો અને પાઈલોટ તથા કો-પાઈલોટનો સમાવેશ થયો હતો. જેમાં જર્મનીનું એક યુગલ પણ સુરતથી રાજકોટ આવ્યું હતું. આ ફલાઈટ એડવાન્સ બુકિંગ ખૂબ જ સારુ થયું હોવાથી કંપનીને પ્રોત્સાહન મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter