નોટબંધી અંગે સરકાર દસ્તાવેજો જાહેર કરેઃ મનમોહન

Wednesday 13th December 2017 08:16 EST
 
 

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સાતમીએ રાજકોટની મુલાકાતે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંઘ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં તેમણે જી.એસ.ટી. અને નોટબંધી સહિતના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શાંત સ્વરમાં કડક ઝાટકણી કાઢી હતી.
યુપીએ સરકારમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયા મુદ્દે તાજેતરમાં મોદીના આક્ષેપો અંગે પ્રશ્નો ઉત્તરમાં તેમણે કહ્યું ભાજપ સરકારે ભ્રષ્ટાચારના મુદ્દે ધ્યાન નથી દીધું, અમે આવા કેસો ધ્યાનમાં આવતા તેમાં સખત કાર્યવાહી કરીને પગલા લીધા છે અને આજે ભ્રષ્ટાચાર સામે મોદી આવા પગલા નથી લેતા, તેમણે લેવા જોઈએ પણ તેમના કહેવા અને કરવામાં ફરક છે.
કેમ્બ્રિજમાં ભણલા, દેશના પ્રખર અર્થશાસ્ત્રી આયોજનપંચના પૂર્વ અધ્યક્ષ, ૧૯૮૨થી ૮૫ સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર, ઈ.સ. ૨૦૦૪થી ૨૦૧૪ પૂરા ૧૦ વર્ષ સુધી યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાઇન્સ (યુપીએ) સરકારમાં વડાપ્રધાન પદે રહેલા ૮૫ વર્ષના ડો. મનમોહનસિંઘે રંગીલા રાજકોટને દેશનું મેન્યુફેક્ચરિંગ હબ કરીને કહ્યું ગુજરાતના લોકોને વડાપ્રધાન પર એવો વિશ્વાસ હતો કે તેઓ નોટબંધીથી જે મુશ્કેલી વેઠશે તેનાથી દેશને લોભ થશે પણ તેમની આશા નિરાશામાં ફેરવાઈ, ૯૯ ટકા રદ ચલણી નોટો પરત આવી ગઈ અને કાળુનાણું સફેદ બની ગયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter