રાજકોટઃ જાણીતા સાહિત્યકાર મધુસુદનભાઈ ઢાંકી (૯૦)નું ૨૯મી જુલાઈએ મોડી રાત્રે અમદાવાદમાં નિધન થયું છે. ૩૧મી જુલાઈ ૧૯૨૭ના રોજ પોરબંદરમાં જન્મેલા મધુસુદન ભાઈએ જુઓલોજીનો અભ્યાસ કર્યો હતો. નોકરીની શરૂઆત તેમણે સેન્ટ્રલ બેંકમાંથી કરી હતી. સાહિત્યક્ષેત્રે તેમનું ઘણું મોટું પ્રદાન હતું. તેમની કલમ મોટાભાગે ઐતિહાસિક સંશોધનો પર વધુ ચાલતી હતી. તેઓ પુરાતત્ત્વના ભીષ્મપિતામહ ગણાતા હતાં.