રાજકોટઃ સેલ્ફીની બોલબાલા છે ત્યારે રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો દર્શિતા શાહે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સેલ્ફી વિથ ટ્રીની પરંપરા શરૂ કરીને એક નાનકડા છોડ સાથે સેલ્ફી પાડીને એ સેલ્ફી સોશ્યલ નેટવર્કના પોતાના ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને તમામ મહિલાઓને પણ એમ કરવાનું નિમંત્રણ આપ્યું હતું. શાહે કહ્યું હતું કે ‘દીકરી સાથે સેલ્ફી પાડીને સેલ્ફી વિથ ડોટરનો કન્સેપ્ટ નરેન્દ્ર મોદીએ આપીને દીકરીઓનું બહુમાન કર્યું હતું. હવે અત્યારનું વાતાવરણ જોતાં લાગે છે કે પૃથ્વીનું બહુમાન કરવા અને ગ્લોબલ વોર્મિંગથી બચવા સેલ્ફી વિથ ટ્રીના કન્સેપ્ટને પણ સૌ કોઈએ વધાવી લેવો જોઈએ. જે છોડની તમે માવજત કરવાના હોય એની સાથે સેલ્ફી પડાવીને વૃક્ષ એ જીવન સંકલ્પ સાકાર કરવા પ્રતિબદ્ધ બનવું જોઈએ.’