પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ખુલ્લું રહેશેઃ બાબરિયામાં જંગલ ખાતાની ચેકપોસ્ટથી ૭ કિ.મી. દૂર લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે સેંકડો વર્ષ જૂનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે સૌરાષ્ટ્રમાં મિની કેદારનાથની યાત્રા સમાન ગણાય છે. આ મંદિર સુધી જવા માટે વન વિભાગ દ્વારા વર્ષમાં બે વખત એટલે કે મહાશિવરાત્રિનાં આઠ દિવસ તથા શ્રાવણ માસના ૩૦ દિવસ ભક્તજનો માટે સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધી મુલાકાત માટે વિનામૂલ્યે પરમીટ કાઢી આપવામાં આવે છે. જે નિયમ આ શ્રાવણ મહિને પણ લાગુ પડશે.
પાક રક્ષણ માટે ફેન્સિંગમાં રાખેલા વીજ પ્રવાહથી સિંહણનું મોતઃ ખાંભામાં આવેલા ડેડાણના ઇબ્રાહિમ મહંમદ ચૌહાણ અને મહંમદ કાળુ ચૌહાણ નામના ખેડૂત પિતા-પુત્રએ જંગલી પશુઓથી પાકને બચાવવા માટે ખેતરની ફરતે ઇલેક્ટ્રીક ફેન્સિંગ કરી જેથી એક સિંહણનું મૃત્યુ થયું હોવાનું હાલમાં વન વિભાગની તપાસમાં ખૂલ્યું છે.