પાલિતાણા જતા વણિક પરિવારના ૧૧ સભ્યોનાં અકસ્માતમાં મોત

Wednesday 30th August 2017 09:19 EDT
 
 

અમદાવાદ: રવિવારે સવારે ધંધૂકાથી ૬ કિમી બરવાળા હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે સામસામે સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના એક વણિક પરિવારના ૧૧ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા. ધંધૂકા પોલીસની વિગતો અનુસાર, મુંબઈ ડોંબીવલીમાં રહેતા એક પરિવારના ૮ સભ્યો ૨૬મીએ સવારે મુંબઈથી સુરત આવ્યા હતા. સુરતથી પરિવારના અન્ય એક આધેડ મહિલાને લઈને તમામ વડોદરા આવ્યાં હતાં અને ત્યાંથી વધુ એક વ્યક્તિને સાથે લઈ પાલિતાણા દર્શન કરવા જવા માટે જીપ ભાડે કરી હતી. રાત્રીના ૧ વાગ્યા બાદ વડોદરાથી નીકળેલા યાત્રાળુઓ વહેલી સવારે ધંધૂકાથી બરવાળા તરફ આગળ નીકળ્યાં હતા. ત્યાં ડ્રાઈવર અહેમદભાઈ રસૂલભાઈ મલેકને ઝોકું આવી જતાં સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં ૧૧નાં મોત થયા હતાં.
મૃતકોનાં નામ
ધરાબહેન શાહ (૨૪), જીનાલીબહેન શાહ (૨૧), શશીકાંતભાઈ શાહ (૫૫), રીટાબહેન શાહ (૫૧), ભારતીબહેન શાહ (૫૨), નૈમિત કિશોરભાઈ શાહ (૧૮), નંદીશ શાહ (૧૮), કિરણબહેન શાહ (૪૫), વિભાબહેન શાહ (૪૫), હિતેશભાઈ શાહ (૪૯), અહેમદભાઈ રસૂલભાઈ મલેક (ડ્રાઈવર).


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter