પાસના કન્વીનરો શરાબ-શબાબમાં ડૂબેલા છેઃ દિલીપ શાબવા

Wednesday 24th April 2019 07:28 EDT
 

રાજકોટઃ લોકસભાની ચૂંટણીના મતદાનના ૩૯ કલાક પહેલાં જ ૨૧મી એપ્રિલે હાર્દિક પટેલ સાથે આંદોલનમાં રહેલા દિલીપ શબવાએ રાજકોટમાં પાસના આગેવાનો કેવા રંગીન મિજાજના છે તેનો ખુલાસા કર્યો હતો.
શાબવાએ જણાવ્યું હતું કે, પાસના કન્વીનરો શરાબ અને શબાબમાં ડૂબેલા છે. લલિત કગથરાની પડઘરી પાસે રહેલી ફેક્ટરીમાં દારૂની મહેફિલ થતી અને જેતપુરમાં હાર્દિક પટેલ ઉપર જે નટુ ગાંડાએ હુમલો કર્યો તે લલિત વસોયાએ કરાવ્યો હતો અને નામ ભાજપનું આપવામાં આવ્યું હતું. ૨૦૧૭માં કોંગ્રેસ સાથે સેટિંગ ગોઠવી ભાજપ વિરુદ્ધ કામ કરાયું હતું.
પાટીદાર અનામત આંદોલનના તેજાબી વક્તાની છાપ ધરાવતા દિલીપ શાબવાએ રાજકોટમાં પત્રકાર પરિષદ બોલાવી પાસની ટીમના કારનામા જાહેર કર્યાં હતાં. શાબવાએ જણાવ્યું હતું કે, લલિત કગથરા અને લલિત વસોયાએ પાસના મોટાભાગના કન્વીનરોને દારૂના રવાડે ચઢાવ્યા છે. પડઘરી પાસેથી કગથરાની ફેક્ટરીમાં દારૂની મહેફિલ થતી હતી. ૨૦૧૫માં પાટીદારોએ જીએમડીસી મેદાનમાં જે આંદોલન કર્યું તેમાં પાસના અમુક કાર્યકરોએ જ કાકરી ચારો કર્યો હતો અને બાદમાં તોફાન થયા.
હાર્દિકની સેક્સ સીડી અંગે શાબવાએ કહ્યું કે, તે સીડી સાચી છે અને તેમાં હું પણ છું. પાસના યુવાનોને ફ્રેશ કરવા આવી ગોઠવણ કરાતી હતી. રાજ્યસભાની ચૂંટણી સમયે રાઘવજીભાઈ પટેલ, લલિત કગથરા અને હું સાથે હતા ત્યારે રાઘવજીભાઈ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, સોનિયાજીએ કહ્યું છે કે વોટબેંક માટે પાટીદારોનો ઉપયોગ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter