પિતરાઇ ભાઇએ જ બહેનને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી!

Wednesday 04th December 2019 05:42 EST
 

જામનગરઃ ધુંવાવ ગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ૨૯મી નવેમ્બરે પેટમાં દુઃખાવો થતાં તેને સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરીક્ષણ કરાતાં તે ગર્ભવતી હોવાનું અને તેના ઉદરમાં અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના પછી સગીરાની પૂછપરછ કરતાં તેણે ગભરાતાં ગભરાતાં જણાવ્યું હતું કે તેનો પિતરાઈ ભાઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો. પોલીસે હોસ્પિટલમાં જ સગીરાની ફરિયાદ નોંધી હતી.
ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે, સગીરા અને તેની પર વારંવાર બળજબરી કરનાર પિતરાઇ ભાઈ સંયુક્ત કુટુંબમાં એક જ મોટા રહેણાક મકાનમાં રહે છે. છેલ્લા એકાદ વર્ષથી ૨૨ વર્ષીય પિતરાઈ ભાઈ ડરાવી ધમકાવીને સગીરાને અવારનવાર ઉપરના માળે લઇ જઈને તેના પર બળજબરી કરે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter