પુત્રના અકાળે મૃત્યુ પછી સસરાએ જ પુત્રવધૂનું કન્યાદાન કર્યું!

Wednesday 15th November 2017 08:58 EST
 

જૂનાગઢઃ જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા અને જય ગીરનારીના નામે જાણીતા પ્રાગજીભાઈ નારીગરા બિલખા રોડ પરના ખડિયા ગામની સીમમાં ઇંટનો ભઠ્ઠો ધરાવે છે. તેમના ત્રણ પુત્રો અશ્વિન, હર્ષદ અને ભાવેશમાંથી ૨૮ વર્ષીય પુત્ર હર્ષદનું ટ્રેન અકસ્માતમાં તાજેતરમાં મૃત્યુ નિપજ્યું હતું.
૬ વર્ષીય પુત્રી દત્તાના પિતા હર્ષદના આકસ્મિક નિધન બાદ પ્રાગજીભાઈને પુત્રવધૂની ચિંતા રહેતી હતી. તેથી પ્રાગજીભાઈએ ક્રાંતિકારી નિર્ણય કર્યો અને શ્વસુરના બદલે પિતાની ભૂમિકા ભજવીને પુત્રવધૂને દીકરી હોય તેમ ભારે હૈયે સાસરે વળાવવાનો નિર્ણય લીધો. પુત્રવધૂના રાજકોટમાં હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા મુકેશ ધોળકિયા સાથે લગ્ન નિર્ધારિત કર્યા અને વાજતે ગાજતે પુત્રવધૂને સાસરે વળાવી.
નવાઈની વાત એ છે કે પ્રાગજીભાઈએ દત્તકવિધિ કરાવીને દત્તા અને તેની માતાનો વારસાઈ અધિકારમાં ઉલ્લેખ પણ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter