પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયાનું અવસાન

Wednesday 31st July 2019 07:14 EDT
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રના સહકારી કૃષિ અને રાજકીય ક્ષેત્રે અમીટ છાપ સર્જનાર લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ સોમવારે લાંબા સમયની બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પાંચ વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. તેમના નિધનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ શોકાંજલિ પાઠવી હતી.
મંગળવારે તેમના નશ્વર દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે રખાયો હતો. અહી મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. બે વર્ષ અગાઉ કેન્સરનું નિદાન થયા બાદ અમેરિકામાં સારવારથી તેમને સુધારો થયો હતો થોડા જ સમયમાં તબિયત લથડતાં અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ અને બાદમાં તે તબીબી દેખરેખ હેઠળ હતા.
પુત્રવધૂને સો કરોડનું કન્યાદાન આપી પુનઃલગ્ન કરાવ્યા પુત્ર કલ્પેશનું યુવાવયે નિધન થતા વિઠ્ઠલભાઈએ પુત્રવધૂને પુત્રી ગણી તેમના પુનઃલગ્ન કરાવ્યા અને
રૂ. ૧૦૦ કરોડનું કન્યાદાન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter