પોલીસ પાર્ટીમાં દારૂની રેલમછેલઃ ૧૫ પકડાયા

Wednesday 25th September 2019 07:27 EDT
 

રાજકોટઃ રંગીલા રાજકોટની સીમમાં આવેલા ક્રિશ્ના વોટર પાર્કમાં ૧૯મી સપ્ટેમ્બરે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી જામી હતી અને એકાએક રાજકોટની જ પોલીસે ‘જમાવટ’માં ભંગ પાડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓ સહિત આશરે ૧૫થી વધુ લોકો પકડાયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સાથે સંકળાયેલા અને હાલમાં નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલા દ્વારા આ પાર્ટી યોજાઈ હતી. રાજભાએ પોતાની બર્થ ડે પર આ પાર્ટીનું આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે. વોટર પાર્કમાં રાત્રે પાર્ટી બરાબર જામી હતી તેવા જ વખતે એકાએક ત્રાટકેલી પોલીસને જોઈને ખુદ પોલીસના હ્રદય થીજી ગયાં હતાં અને ભાગદોડ મચી ગઈ હતી. પકડાયેલાઓને બચાવવા માટે રાજકીય વગદાર લોકોને ફોન થવા માંડ્યા હતા અને મીડિયાની ઓફિસમાં પણ આ ઘટનાને પગલે ચહલપહલ મચી ગઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter