પોરબંદરઃ પોલીસની હવે દિવસ દરમિયાન માત્ર આઠ કલાક ફરજ રહેશે. પોરબંદરના જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક કક્ષાએ નિર્ણય લીધો છે. પ્રયોગાત્મક છે, પણ અસરો ચકાસી સફળ જણાશે તો આખા રાજ્યમાં તેનો અમલ કરવા વિચારણા થશે. પોરબંદરના એસપી તરુણ દુગ્ગલે તાજેતરમાં એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. પોરબંદર જિલ્લાના પોલીસ કર્મચારીઓ માટે અલગ અલગ ૩ શિફ્ટમાં ફરજ બજાવવાની વ્યવસ્થા કરવા તમામ પોલીસ મથકોના વડાને સૂચના પાઠવાઈ છે.
પોલીસ અધિકારી દુગ્ગલના જણાવ્યા અનુસાર, આઠ કલાક જ કામ કરવું તેવો નિર્ણય નથી, પરંતુ અમે એક સર્વે કરાવેલો. જેમાં આઠ કલાકની ડ્યુટી હોય તો પોલીસ સ્વસ્થ રહી શકે અને ગુણવત્તાસભર ફરજ બજાવી શકે તેવું તારણ આવતાં અમે પ્રયોગાત્મક ધોરણે રાજ્યમાં પ્રથમ પોરબંદરમાં અમલ કર્યો છે.