પ્રતિબંધ હટતાં રાજ્યના ૩,૭૭૩ દરિયાખેડુ કામે વળગ્યા

Tuesday 21st April 2020 13:46 EDT
 

ગાંધીનગરઃ લોકડાઉન વચ્ચે આંધ્ર પ્રદેશ, પ. બંગાળથી લઈને હજારો પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં ફસાઈ પડ્યા હતા. કેટલાય માછીમારો પર કોવિડ-૧૯ અને લોકડાઉનની સ્થિતિમાં દરિયો ખેડવા માટે લગાવાયેલો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લેવાયો હતો. એ પછી  ગુજરાતનાં ૧૧ જિલ્લાના ૩,૭૭૩ માછીમારોને ટોકન ઇશ્યૂ કરી માછીમારી માટે દરિયામાં જવાની પરમિશન અપાઈ હોવાના અહેવાલ ૧૭મી એપ્રિલે જારી થયા છે. ફિશરીઝ તંત્ર દ્વારા આ માછીમારોને ડીઝલ માટે સબસિડી આપવા પ્રક્રિયા થઈ રહી છે, માછીમારી સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ ઉપરના નિયંત્રણો હટી ગયા બાદ ફિશરીઝ કામના મજૂરોને પાસ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે. વેરાવળ અને પોરબંદરમાં લગભગ ૧૩૦ ફિશ પ્રોસેસિંગ એકમોમાં આસપાસના ગામોના ૧૦થી ૧૨ હજાર શ્રમિકો કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter