બાડી-પડવામાં જમીન સંપાદન ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણ

Wednesday 04th April 2018 08:42 EDT
 
 

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે ૨૨ વર્ષ પહેલા સંપાદિત થયેલી જમીનનો કબજો લેવા માટે પહેલી એપ્રિલે ગુજરાત પાવર થર્મલ કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક પોલીસના કાફલા સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ સમયે અસરગ્રસ્ત ૧૨ જેટલા ગામોની મહિલાઓ સહિત ગ્રામજનોએ આ કાર્યવાહીનો વિરોધ કરતા એકત્ર થયેલા ૧૦,૦૦૦થી વધુના ટોળાને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને અશ્રુવાયુના ૫૦ જેટલા સેલ છોડ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ૧૦ મહિલાઓ, ૫ વિદ્યાર્થી સહિત ૫૦ જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. જ્યારે ગ્રામ્યજનોએ પોલીસના પગલાને દમનકારી ગણાવી જલદ પગલાની ચેતવણી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter