બે કારની ટક્કરઃ બંને કાર ચાલક કારમાં જ ભડથું

Monday 10th February 2020 05:51 EST
 
 

અમરેલીઃ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી અને લાલાવદર વચ્ચે ૯મી ફેબ્રુઆરીએ રાત્રે બે કાર સામસામી ટકરાયા બાદ બંને કારમાં આગ ફાટી નીકળી હતી. મોટા લીલીયા ગામના પરેશ નથુભાઈ શિરોળિયા (ઉં ૨૨)ના મોટા ભાઈના લગ્ન હોવાથી કાર શણગારવા માટેનો લગ્નનો સામાન અમરેલીથી લઈને નીકળેલા પાંચ સગા સંબંધી યુવાનોની કાર અન્ય કાર સાથે ટકરાતા બંને કારમાં આગ લાગી હતી.
ભડકે બળતી કારમાંથી થતી બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા અને પરેશ શિરોળિયાની કારમાંથી પરેશ, કાના મેવાડા, વિજય મેવાડા અને વિજય ચાવડાને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરાયા.
જોકે આ કારના ચાલક મેહુલ પુજાભાઈ (ગોઢાવદર) અને અન્ય કારના ચાલક રતિલાલ માધાભાઈ (ઈશ્વરિયા) પોતપોતાની કારમાં જ ભુંજાઈ ગયા હતા. પોલીસ દ્વારા આ ઘટનામાં બંને મૃતક કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter