બે કોલેજિયન ગાંજા સાથે પકડાયા

Wednesday 02nd October 2019 07:13 EDT
 

રાજકોટઃ કોલેજિયન યુવાનોને તાજેતરમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપીને તેમના રિમાન્ડ મેળવ્યાં છે. ગાંજાનું આખું નેટવર્ક પકડવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં ભાવનગરના વતની અને હાલમાં નવોદિતા પાર્કમાં રહેતા રાજપૂત દિવ્યેશ રમેશ સોલંકી અને સાધુ વાસવાણી રોડ પર ગાયત્રી બંગલોમાં આવેલા સનસિટી સામે નીલગ્રીવ મકાનમાં રહેતા હર્ષ સુનીલ ગાંધીની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે વોચ ગોઠવીને ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી. બંને આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ છે.રૈયા ટેલિફોન એકસચેન્જ પાછળના મેઈન રોડ પરથી દિવ્યેશ અને હર્ષ એક્ટિવા લઈને ૨૮મીએ નીકળતા હતા ત્યારે એસઓજીના સ્ટાફે બંનેને ઝડપી લીધા હતા અને એક્ટિવાને ચકાસતાં તેમાંથી રૂ.૨૦૪૦૦ની કિંમતનો ૩૪૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. દિવ્યેશ એક કિલો ગાંજામાંથી ૨૫ ગ્રામની પડીકી બનાવીને રૂ. ૫૦૦થી ૭૦૦માં વેચાણ કરતો હતો. દિવ્યેશે ગાંજો સુરતથી બેથી ત્રણ વખત લાવ્યાની કબૂલાત આપી હતી, પરંતુ આ ગાંજાનો જથ્થો સુરતનો નહીં પણ અન્યેથી આવતો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter