બે બાળકોને કૂતરા રાખવાના પાંજરામાં પૂરી બેફામ માર્યા

Wednesday 24th July 2019 07:11 EDT
 

પોરબંદરઃ કુછડીમાં ચોરીના આરોપસર ૨ સગીરવયના બાળકોને આરોપી વેજા જીવા કુછડિયાના ઘરે કૂતરા રાખવાના પાંજરામાં પૂરી તાજેતરમાં ઢોરમારનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બાળકોને માર મારીને પછી પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારે છે અને ઈલેક્ટ્રીક શોર્ટ આપવાની ધમકી પણ અપાઈ રહી છે. આ ઘટનામાં બાબુભાઈ મીઠાભાઈ ખરાએ ત્રણેય આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બંને બાળકોને ઢોર માર મારી રહ્યો છે અને બંને બાળકો તેની સામે કરગરી રહ્યાં છે કે બસ હવે માર ના મારો. તેમ છતાં આ માણસ પાંજરામાંથી બહાર કાઢીને પણ પ્લાસ્ટિકના પાઈપ વડે બાળકોને બેફામ માર મારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter