ભરાણા પાસે નદી પર નવો પુલ ખુલ્લો મુકાયાની રાત્રે જ તૂટી પડ્યો

Wednesday 07th August 2019 07:30 EDT
 

ખંભાળિયાઃ ભરાણા ગામ નજીક નવો જ બનેલો પુલ ૨૯મી જુલાઈએ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ૩૦મી જુલાઈએ રાત્રે ભારે વરસાદથી પુલ તૂટી જતાં આ વિસ્તારના અડધો ડઝન જેટલા ગામોના લોકો માટે જવા-આવવાનો આ માર્ગ બંધ થઈ ગયો હતો. આ પુલ ભ્રષ્ટાચારના કારણે તૂટયો હોવાનું મનાય છે.
પુલ પાછળ અંદાજે રૂ. એક કરોડનો ખર્ચ થયો છે. પુલનું કામ આશરે સાતેક મહિને પૂરું થયું હતું. આ પુલના નિર્માણ સમયે નબળું કામ થતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. દરમિયાન આ પુલ ભરાણા તથા આસપાસના રહેવાસીઓ તથા વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો હતો. બીજે દિવસે આશરે ત્રણેક ઇંચના વરસાદથી ભરાણા ગામની નદીમાં પાણીની આવક થઇ હતી, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ નવો પુલ છેવાડાના ભાગે ખુણેથી તૂટી જતાં આ પુલ હાલ બિન ઉપયોગી બની ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter