ભરેલી ગન સાથે રાજકોટના ૩ને મુંબઇ ATSએ ઝડપ્યા

Monday 18th January 2021 10:52 EST
 

અમદાવાદઃ મુંબઇમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને મહારાષ્ટ્ર ATSના પોલીસ અધિકારી દયા નાયકને બાતમી મળી હતી કે, ગુજરાતના કેટલાક લોકો ઘાતક હથિયારો સાથે મુંબઈમાં ફરી રહ્યા છે. ATSએ અંધેરીના સિટી મોલ પાસે નાકાબંધી કરી હતી. જેમાં શંકાસ્પદ લાગતી ગુજરાતની નંબર પ્લેટ ધરાવતી એક કારને અટકાવી તેમાં તપાસ કરતા ત્રણ યુવકો પાસેથી બે લોડેડ રિવોલ્વર અને રૂ. ૩ લાખ મળી આવ્યા હતા. ATSએ તપાસ કરતાં રાજકોટના ઘોરાજીના વતની મોહમ્મદ યુનુસ ધુણેજા, સૈયદ સોહેલ મિયા અને ઇલિયાસ મોજોઠી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી કુલ-૧૪ મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે મોબાઇલ ફોનની તપાસ કરતા દુબઇ, યુગાન્ડા અને પાકિસ્તાનથી કરોડોના હવાલાઓ પાડયા હોવાની વિગતો મળી હતી. ગુજરાતના આ ત્રણેય યુવકો હવાલા રેકેટ ચલાવી રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter