ભાવનગર-મુંબઇના તબીબોએ કોરોના નાથવા કિરણ થેરાપી શોધી

Monday 18th May 2020 06:34 EDT
 

ભાવનગર: કોરોના વાઇરસનો ઇલાજ શોધવા માટે આખા વિશ્વમાં લોકો મહેનત કરી રહ્યાં છે. ભાવનગર અને મુંબઇના આંખના સર્જનો દ્વારા એક વાઇરસને ફાર-યુવીસી કિરણો દ્વારા ઇનએક્ટિવ કરવાની શોધ કરવામાં આવી છે. આ સંશોધનમાં પ્રાથમિક તપાસમાં સફળતા પણ મળતાં રાજય અને કેન્દ્ર સરકારને તથા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને આ અંગેનો અહેવાલ સુપ્રત કરાયો હતો. આ અંગે લેબોરેટરી અને હુમન રિસર્ચને ફાસ્ટટ્રેક મંજૂરી આપવાની કામગીરી વિચારણા હેઠળ છે.
કીકીમાં થતાં ફોલ્લાને મટતાં બે મહિના લાગે
ભાવનગરના આઇસર્જન ડો. જગદીપ કાકડિયા અને મુંબઇના આઇ સર્જન ડો. રમેશ શાહે જણાવ્યું હતું કે, આંખની કોર્નિયા (પારદર્શક કીકી) અને કંઝક્ટિવાઈટિઝ નામની મ્યુકસ મેમ્બ્રેનમાં ઉત્પન્ન થતાં વાઇરસ અને બેકટેરિયાના તાત્કાલિક નાશ માટે લેસર જેવા શકિતશાળી ફાર-અલ્ટ્રાવાયોલેટ-સી ૨૨૨ નેનોમીટર કિરણોનો નાનકડો ધોધ વહાવતી રે-ગન વિકસાવાઇ હતી. સામાન્યત: કીકીમાં થતા ફોલ્લાને મટતાં આશરે બે મહિના લાગે છે. કંઝક્ટિવાઈટિઝને મટતા આઠ દિવસ લાગે. આ યુવીસી કિરણો દ્વારા વાઇરસનો ચાર જ મિનિટમાં નાશ થતાં માત્ર ૬ કલાકમાં જ રોગ મટવા લાગે છે. આ પ્રકારનું સંશોધન તેઓ છ એક મહિનાથી સંશોધન હતા. જે દરમિયાન નોવેલ-કોરોના વાઇરસનો પ્રકોપ આવ્યો અને કોવિડ-૧૯ના વૈશ્વિક મહામારીએ વિશ્વને હેરાન કર્યું.
હવામાં રહેલા વાઇરસો તો માત્ર ચાર સેકેન્ડમાં ઇનએક્ટિવ થઇ જાય છે.
કોવિડ-૧૯ અમુક દર્દીઓને આ વાઇરસને કારણે આંખમાં પણ અસર થઇ હતી. જેથી ફલોરોસન્ટ તપાસમાં યુવી કિરણો દ્વારા કરવામાં આવતા સુખદ અકસ્માતે માલૂમ પડ્યું કે આંખ ઉપરાંત નાક-ગાળામાં, ફેફસાં અને લોહીમાં રહેલા વાઇરસો પણ મહદઅંગે નાબૂદ થઇ જાય છે.
તે સાથે કોવિડના રોગના ચિહ્નો દૂર થઇ જાય છે. બંને આર.ટી.પી.સી.આર ટેસ્ટ પણ નેગેટિવ આવે છે. બ્રહ્માસ્ત્ર સમા આ ફાર-યુવી-સી કિરણો સામે માત્ર કોવિડ જ નહીં કોઇ પણ વાઇરસ કે બેકટેરિયા ત્રણ મિનિટથી વધારે જીવિત રહી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter