ભાવનગરના કુલદીપ ટીમળિયાની ઇન્ડિયન જુનિયર બાસ્કેટબોલ ટીમમાં પસંદગી

Wednesday 11th July 2018 08:59 EDT
 
 

ભાવનગરઃ ભારતીય જુનિયર બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થઈ છે. બાંગ્લાદેશના ઢાકામાં આગામી તા. ૯થી ૧૧ જુલાઈ દરમિયાન ઈન્ટરનેશનલ એસએબીએ કપનો પ્રારંભ થયો છે. આ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ માટેની જુનિયર ભારતીય ટીમમાં ભાવનગર ખેલાડી કુલદીપ ટીમળિયાની પસંદગી થઈ છે. તાજેતરમાં પંજાબના લુધિયાના ખાતે નેશનલ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાંથી રતમા ૬ ફૂટ ૬ ઈંચ હાઈટ ધરાવતા કુલદીપે શાનદાર દેખાવ કર્યો હતો. તેમજ કેમ્પમાં સુંદર પ્રદર્શન કરતા તેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
કુલદીપ શામળદાસ આર્ટ્સ કોલેજમાં એસવાયબીએમાં અભ્યાસ કરે છે અને હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સિદસરમાં એકેડમીમાં પ્રેક્ટિસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter