મસાજ પાર્લરમાં સેક્સ ચેન્જ કરાવી પુરુષો કામ કરતા હતા

Thursday 16th August 2018 01:38 EDT
 
 

રાજકોટઃ સ્પામાં બોડી માસજના ઓઠા હેઠળ ગોરખધંધા થતાં હોવાની ફરિયાદ ઊઠતાં રવિવારે રાજકોટ પોલીસ એક સાથે ૪૦ સ્પામાં ત્રાટકી હતી. જેમાં ૧૨ સ્પામાંથી એવી ૪૫ યુવતીઓ મળી આવી હતી જે ટુરિસ્ટ વિઝા પર આવી હતી અને ગેરકાયદે કામ કરતી હતી. ૪૫ વિદેશી યુવતીઓેમાંથી ૭ યુવતીઓ લિંગ પરિવર્તન કરી યુવકોમાંથી યુવતી બની હોવાનો ધડાકો થયો હતો.
પોલીસે ૪૨ યુવતીઓના પાસપોર્ટ જપ્ત કરી તેમને તેમના દેશ પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી હતી. શહેર પોલીસ પણ એવું જ માનતી હતી કે સ્પામાંથી મળી આવેલી તમામ ૪૫ યુવતીઓ જ છે, પરંતુ તેમના નિવેદનો નોંધવાનું શરૂ થતાં જ ભાંડો ફૂટ્યો હતો. ૪૫માંથી ૨ના પાસપોર્ટમાં જેન્ડરમાં મેલ (પુરુષ) લખેલું હતું. આ અંગે તેમની પૂછપરછ કરાતાં નવી જ વાત બહાર આવી હતી.
થાઈલેન્ડના યુવકો
થાઇલેન્ડના આ સાત યુવકોએ જણાવ્યું હતું કે, સેક્સ ચેન્જથી યુવતી બનીને સ્પામાં કામ કરી ગુજરાન ચલાવે છે. આ સચ્ચાઈ બહાર આવતાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી અને આ તમામને એરપોર્ટ પર ચેક કરાયા હતા કે કેમ? તેમને કઈ જાતિમાં ગણવા સહિતના મુદ્દા પર તપાસનીશ અધિકારીએ ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવવાની તજવીજ શરૂ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter