મહિને રૂ. ૫૦ હજારની નોકરી છોડી ગાયો માટે જીવન સમર્પિત

Wednesday 26th June 2019 07:19 EDT
 

પોરબંદર: ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાઈ ગૌશાળા ખાતે ૫૦૦ જેટલી ગાયોની સારસંભાળ લેવામાં આવી રહી છે. કચ્છના અને છેલ્લા ૪ દાયકાથી પોરબંદરમાં સ્થાયી થયેલા રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજાએ પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા બાદ જ્યાં પિતા નોકરી કરતા હતા ત્યાં પોરબંદરની ખાનગી કંપનીમાં તેઓએ થર્મલ પાવર પ્લાન્ટ વિભાગમાં એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરી હતી. ૩૫ વર્ષની ઉંમરે ૫૦,૦૦૦ના પગારની હેડ એન્જનિયરિંગની નોકરી છોડી ગૌમાતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. ગૌશાળાના જતન અને સંરક્ષણ માટે તેમણે લગ્ન પણ નથી કર્યા અને ૨૦૦૫માં માતાનું અવસાન થયા બાદ પિતા ગંભીરસિંહ તેમની પુત્રી જ્યાં સાસરે છે ત્યાં ભાવનગર ખાતે સ્થાયી થયા છે.
૨ બહેનો વચ્ચેના માત્ર ૧ જ ભાઈ એવા રોહિતસિંહ છેલ્લા ૧૦ વર્ષથી મહારાણા મીલની ચાલીમાં આવેલ પોરાઈ ગૌશાળામાં દિવસ-રાત ગાય માતાની સેવા કરી રહ્યા છે. આ ગૌશાળામાં હાલ ૫૦૦ જેટલી ગાયોનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે. જેથી દાતાઓને ઘાસચારા માટે સહોયગ આપવા ગૌશાળાના સંચાલકો દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter