અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના વંડા ગામના વતની અને વાપીના ઉદ્યોગપતિ ગફુરભાઇ બિલખીયાએ ૧૭ વર્ષ સુધી કોલેજનું સંચાલન કર્યા બાદ પાંચમીએ રાજયના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કોલેજ સ્વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કરી દીધી હતી. રૂપાણી દ્વારા અહીં જી. એમ. બિલખીયા ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ ઉદ્યોગપતિ ગફુરભાઇ બિલખીયાએ જ્યારે કોલેજ દાન કરવાની જાહેરાત કરી ત્યારે રાજકોટ, વડતાલ, કુંડળધામ, ગઢડા અને ડાકોરના સ્વામિનારાયણ સંતોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.