મોરબીમાંથી ર૧ કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

Wednesday 09th October 2019 07:43 EDT
 
 

મોરબીઃ એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટમાં રહેતા માણસે સુરતથી ગાંજો મંગાવ્યો છે. ત્યારથી વોચ ગોઠવીને શોધખોળ શરૂ કરાઈ હતી. એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટ શેરી નં ૦૬માં આવેલી શ્રીજી ટ્રાવેલ્સ ઓફિસમાં સુરતથી આવેલા ગાંજાનું પાર્સલ લાતી પ્લોટમાં રહેતા આમદ સતાર મેમણે મંગાવ્યું છે. મોરબી મેમણ શેરીમાં રહેતા ઝુબેર અબ્દુલ મન્સૂરી પિંજારા આ પાર્સલની ડિલિવરી લેવા આવ્યા હતા. એલસીબીએ રૂ ૧૨૧૪૭૦ કિંમતના ૨૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા તેમજ મોબાઈલ સાથે કુલ રૂ ૧૨૧૯૭૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. અન્ય આરોપી આમદ સતારભાઈ મેમણ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter